જાણો રેલવે ભરતી ની માહિતી

???? *રેલવે એક્ઝામની કરી રહ્યાં છો તૈયારી, જાણીલો આ 7 ખાસ વાતો*

1⃣1- ગ્રુપ ડીમાં કુલ 28 પ્રકારની પોસ્ટ છે. જેમાં કેબિનમેન, ગેટમેન, પોઇન્ટ્સમેન, ટ્રેક્સમેન, વિભિન્ન વિભાગોમાં હેલ્પર વિગેરે પોસ્ટ આવે છે. જેમાંથી 5 પ્રકારની પોસ્ટ માત્ર 10મી પાસનો ક્રાઇટેરિયા માગવામાં આવે છે. જ્યારે 23 પ્રકારની પોસ્ટ એવી છે જેના માટે ધોરણ 10ની સાથે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ જરૂરી છે.

2⃣- જેનો પે સ્કેલ 18 હજાર તથા અન્ય ભથ્થાં હોય છે. આમ કુલ વેતન અંદાજે 22 હજાર રૂપિયાની આસપાસ હોય છે.

3⃣- ઉમેદવારોની પસંદગી બે ટેસ્ટના આધારે કરવામાં આવશેઃ કમ્પ્યૂટર બેસ્ટ ટેસ્ટ(CBT) અને ફિજિકલ એફિશિયન્સી ટેસ્ટ(PET).

4⃣- કમ્પ્યૂટર બેસ્ટ ટેસ્ટ(CBT) પહેલું ચરણ હશે. દરેક ઉમેદવારોએ આ પરીક્ષા આપવી પડશે. જેમાં 90 મિનિટમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં મેથ્સ, જનરલ નોલેજ-કરન્ટ અફેર્સ, રિજનિંગ અને જનરલ સાયન્સ સંબંધિત સવાલો પૂછવામાં આવશે.

5⃣5- જે ઉમેદવાર CBTમાં સફળ થશે, તેણે ફિજિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. RRB દ્વારા જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે, તેના કરતા બે ગણા વધુ ઉમેદવારોને ફિજિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જોકે એ રેલવે ભરતી બોર્ડ પર આધાર રાખે છે તે કેટલા ઉમેદવારોને બોલાવે છે.

6⃣- ફિજિકલ ટેસ્ટમાં પુરુષોને 35 કિલોના વજનને બે મિનિટમાં 100 મીટર સુધી લઇ જવાનું રહેશે. આ ઉપરાંત 1000 મીટરની દોડ 4.15 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.

7⃣- ફિજિકલ ટેસ્ટમાં મહિલાઓને 20 કિલોના વજનને બે મિનિટમાં 100 મીટર સુધી લઇ જવાનું રહેશે. ઉપરાંત 1000 મીટરની દોડ 5.40 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.

▪ સોર્સ: દિવ્યભાસ્કર


Thanks For Visiting Our Website www.maru-gujarat.net To Support Us, Keep Share On Social Media.